હાલની વરસાદની પરિસ્થિતને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કચ્છ જિલ્લા ને રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. અંજારના લોકોને આવા મુશ્કેલ સમયમાં ઉપયોગી થઈ શકાય અને લોકોની તકલીફ તાત્કાલિક દૂર કરી શકાય એટલા માટે અંજાર નગર પાલિકાના ગઢવાડી મધ્યે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવેલ છે.જેના મોબાઈલ નંબર 972-774-7513 છે. શહેરીજનોને કોઈ પણ પ્રકારની તકલીફ ઉભી થાય તો આ નંબર પર સંપર્ક કરવાનું જણાવવામાં આવેલ છે. ગઈ કાલે રાત્રે અંદાજિત એક વાગે કંટ્રોલરૂમ કાર્યરત કરાયો છે.