થરાદના આશાપુરા વિસ્તારમાં નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારીને કારણે સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. એકતા ભવન પાસે નેશનલ હાઈવેના રોડનો ઢાળ અયોગ્ય રીતે આપવામાં આવ્યો છે.ચાર રસ્તાથી એકતા ભવન સુધીના રોડનો ઢાળ એવી રીતે બનાવવામાં આવ્યો છે કે વરસાદનું પાણી સીધું આશાપુરા રહેણાંક વિસ્તારમાં ફરી વળે છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં આજુબાજુની અન્ય સોસાયટીઓનું પાણી પણ ભેગું થઈને આવે છે.