જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ટેભડા ગામમાં રહેતા ભીમશીભાઈ જેતશીભાઈ ડાંગર નામના શખ્સ સામે આજથી પાંચ વર્ષ પહેલાં ચેક રિટર્ન અંગેની ફરિયાદ કરવામાં આવી હતી, અને તેના વોરંટ સમન્સની બજવણીથી બચવા માટે આરોપી નાસ્તો ફરતો રહ્યો હતો. જેને પકડવા માટે લાલપુર ની પોલીસ ટુકડીએ તપાસ શરૂ કરી હતી દરમિયાન લાલપુર પોલીસે આરોપી ભીમશીભાઈ ડાંગર ને લાલપુર બાયપાસ પાસેથી ઝડપી લીધો હતો