શનિવારના 12:00 કલાકે ડિઝાસ્ટર વિભાગ એ આપેલી વિગત મુજબ વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સતત વરસાદી માહોલ જામ્યો છે.હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી મુજબ વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વર્તી રહ્યો છે .વલસાડ તાલુકામાં બપોર સુધીમાં 52 મિલીમીટર વરસાદ નોંધાયો.અને એક જુન થી અત્યાર સુધીમાં કુલ 1860 મિલીમીટર વરસાદ નોંધાયો હોવાનું જણાવ્યું હતું.