સુરતમાં તાપી નદીએ તેનું ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે.રાંદેર અને સિંગણપોરને જોડતો કોઝવે પાણીના પ્રવાહને કારણે ઓવરફ્લો થઈ ગયો છે. પાણીની સપાટી ભયજનક નિશાનથી ઉપર વહી રહી છે, જેને પગલે કોઝવે પરનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે.આ પરિસ્થિતિ માટે નદીના ઉપરવાસમાં થયેલો ભારે વરસાદ જવાબદાર છે. ઉપરવાસમાં સતત વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી હતી. પાણીનું સ્તર જાળવી રાખવા માટે ડેમમાંથી ૧.૨૫ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.