પાટણ જિલ્લામાં ૭૬મા જિલ્લા સ્તરીય વન મહોત્સવની ઉજવણી પાટણ ખાતે હેમચંદ્રાચાર્યે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેશન હોલમાં કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપુતની અધ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત જિલ્લામાં ૧૪.૬૯ લાખ રોપાઓના ઉછેર થકી જિલ્લાને લીલોછમ કરવા માટેનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. વન મહોત્સવ મોડલ હેઠળ ૨૭.૩૫ લાખ રોપાઓનો ઉછેર કરવામાં આવ્યો છે જે રોપાઓને ગ્રામ પંચાયતો, સ્વૈચ્છિક/ સરકારી સંસ્થાઓ દ્વારા કરાયું છે.