નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઉપસળ ગામમાં ખળભળાટ મચાવતી ઘટના સામે આવી છે. ગામના સરપંચ ફળિયામાં આવેલ ખેતરમાં મૃત હાલતમાં દીપડો મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ વન વિભાગના અધિકારીઓ અને પશુ ચિકિત્સક સ્થળ પર દોડી આવ્યા હતા. પશુ ચિકિત્સકે દીપડાના મૃતદેહની તપાસ કરી, જ્યારે વન વિભાગના અધિકારીઓએ દીપડાનો કબજો લઈ વધુ તપાસ આરંભી છે. દીપડાના મૃત્યુનું સાચું કારણ જાણવા વન વિભાગ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરાયા છે.