મૂળી પંથકમાં ગત બે દિવસ પૂર્વે વરસાદના લીધે ઠેર ઠેર ગંદકી જોવા મળે છે જેમાં દુધઈ ગામે વરસાદી પાણી ભરવાને લીધે રોડ પર કાદવ અને કીચડનું સામ્રાજ્ય જામ્યું છે. રોડના વચોવચ ગંદકી હોવાથી સ્થાનિક રહીશોને નીકળવું પણ ખૂબ જ મુશ્કેલ પડે છે જેથી ગ્રામજનો દ્વારા તાત્કાલિક ધોરણે સફાઈની માંગ કરાઈ છે.