હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ સેલ્ફ-ફાઇનાન્સ કોલેજોમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી માટે ત્રણ દિવસીય વોક-ઇન ઇન્ટરવ્યુનો પ્રારંભ કર્યો છે. યુનિવર્સિટી કેમ્પસના પાંચ વિભાગોમાં આ ઇન્ટરવ્યુ યોજાઈ રહ્યા છે.25 ઓગસ્ટે આર્ટ્સ, કોમર્સ, સાયન્સ સહિતના વિવિધ કોર્સ ધરાવતી 221 કોલેજોમાં 2,147 જગ્યાઓ માટે ઇન્ટરવ્યુ લેવાઈ રહ્યા છે. આમાં પ્રિન્સિપાલની 154, આસિસ્ટન્ટ/એસોસિયેટ પ્રોફેસરની 2,055, લાઇબ્રેરિયનની 131 અને પીટીઆઈની 77 જગ્યાઓનો સમાવેશ થાય છે.