વડોદરા : પરંપરા અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ઉત્સવ વિદ્યાર્થીઓમાં એકતા શ્રદ્ધા તથા સકારાત્મકતા વધારવામાં સહાયરૂપ બને છે.ત્યારે એમએસયુની પર્ફોર્મિંગ આર્ટસ ફેકલ્ટી ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ અભિજીત મુહૂર્તમાં શ્રીજીની ઢોલના તાલે પરંપરાગત સ્થાપના કરવામાં આવી હતી.વિદ્યાર્થીઓએ એકતા ભાવે ભજન આરતી તથા ગણપતિજીની સ્તુતિઓ દ્વારા કાર્યક્રમને ધાર્મિક ઉર્જાથી સરોબર કર્યો હતો.સાથે વિદ્યાર્થીઓ મન મૂકીને ઘરબે પણ ઘૂમ્યા હતા.