કલોલ શહેરમાં આવતીકાલથી ગણેશ ચતુર્થીના પાવન પર્વની શરૂઆત થઈ રહી છે. શહેરના વાતાવરણમાં ભક્તિભાવનો માહોલ છવાયેલો છેશહેરના વિવિધ વિસ્તારોમાં ગણેશજીની સ્થાપના માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જાહેર માર્ગો પર નાના અને વિશાળ આકારની ગણપતિની મૂર્તિઓનું વેચાણ થઈ રહ્યું છે. મૂર્તિઓના વેચાણ કેન્દ્રો પર ભક્તોની ભારે ભીડ જામી છે.