ધારી તાલુકામા સીમ ચોરીના બનાવો વધતા ખેડૂતો પરેશાન,છેલ્લા ઘણા સમયથી કેબલ ચોરી તેમજ વાડીએ પડેલી વસ્તુને ચોરી વધી રહી છે ત્યારે ચિંતાજનક બનાવો સામે આવ્યા છે,હજી ગઈ કાલે ઝર ગામમાંથી કેબલ ચોરી કરતા શખ્સને ગ્રામજનોએ રંગે હાથે ઝડપી લીધો હતો ત્યારે આજે ખીચા ગામમાં પણ મકાન ઉપર રાખેલી સોલાર પ્લેટની પણ ચોરી થયેલ હોવાનું મકાન માલિક જણાવે છે સાથે કેબલ ચોરી પણ થયેલ હોવાનું ફરિયાદી જણાવે છે..