બપોરે ૧.૩૦ વાગે ખેરાલુથી સતલાસણા તરફ જતી કાર અને બાઈક વચ્ચે ટીંબા પાટીયા પાસે જોરદાર ટક્કર સર્જાતા બાઇક સવાર 2 યુવકોને ઈજાઓ પહોંચી છે. માહિતી મુજબ આંકલિયારા તરફથી આવતા બાઈક સવાર યુવકો અને કાર વચ્ચે જોરદાર ટ્ક્કર સજાય હતી અને યુવકો ઉછળીને કાર ઉપર પડ્યા હતા. આસપાસથી લોકોએ ભેગા થઈ ૧૦૮ને જાણ કરી બન્ને યુવકોને સારવાર માટે સતલાસણા ખસેડયા હતા. સદનસીબે આ ઘટનામાં જાનહાની ટળવા પામી છે.