ગણપતિ મહોત્સવ નિમિત્તે તા. 30/08/2025, શનિવારના રોજ બપોરે 3:30 વાગ્યે નવસારીના પોલીસ અધિક્ષક સાહેબશ્રીની અધ્યક્ષતામાં એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠક શ્રી મોહનલાલ ચુનીલાલ શાહ હોલ, સોમનાથ મંદિર, દેસરા ખાતે યોજાશે. જેમાં ગણપતિ મંડળના આયોજકો તથા DJ સંચાલકોને હાજરી આપવા વિનંતી કરવામાં આવી છે. મહોત્સવ દરમિયાન શાંતિ, સુરક્ષા અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ બેઠક મહત્વપૂર્ણ બની રહેશે.