થરાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદ તથા પવનના કારણે શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે. શહેરની અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ઘુસી જતા રહીશો હાલાકીનો સામનો કરી રહ્યા છે. વરસાદનું પાણી રસ્તાઓ પર ચોમેર ફેલાતા અનેક માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના કારણે વાહનચાલકોને અવરજવર કરવી મુશ્કેલ બની છે. સ્થાનિક તંત્ર પરિસ્થિતિ પર નજર રાખી જરૂરી કામગીરી કરી રહ્યું છે,