બાતમીના આધારે પ્રકાશભાઈ મગનભાઈ માલકાણી (ઉંમર: ૩૨) પોતાના ઘરે ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો વેપાર કરે છે. આ બાતમીના આધારે, પોલીસે પ્રકાશભાઈના ઘરે ઓચિંતો છાપો માર્યો હતો. પોલીસે તપાસ કરતા ઘરની અંદરથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ ૩૧ બોટલો મળી આવી હતી, જેની અંદાજિત કિંમત રૂપિયા ૧૦,૬૮૦ થાય છે. પોલીસે તાત્કાલિક પ્રકાશભાઈ માલકાણીની ધરપકડ કરીને દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો.આ મામલે આહવા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ કરી રહી છે.