હાઈવે તંત્રના પાપે આજે ફરી એક વખત વડોદરા ભરૂચ નેશનલ હાઇવે 48 ઉપર લાંબા ટ્રાંફિક જામના દ્રષ્યો સર્જાયા હતા.કરજણના બામણગામથી વડોદરાના વરણામાં સુધી ટ્રાફિક જામ સર્જાતા વાહનચાલકો અટવાઈ ગયા હતા.લગભગ 10 કિલોમીટર સુધીના ટ્રાફિક જામ માં વાહન ચાલકો ફસાઈ ગયા હતા