મીઠાવી ચારણ ગામે મનરેગા કામમાં કામ કર્યું ન હોવા છતાં તેમના નામે પૈસા ઉપડ્યા હોવાનું જણાવી એક યુવકે તપાસની માંગ કરી હતી.જોકે આ મામલાને લઇ ગ્રામ વિકાસ એજન્સી દ્વારા પ્રાથમિક તપાસ કરતા કોઈ ગેરરીતી સામે આવી નથી અને અહેવાલ ઉચ્ચ કક્ષાએ મોકલવામાં આવ્યો છે અત્યારે આક્ષેપ થયા છે તે પાયા વિહોણા હોવાનું અધિકારી એ કહ્યું હતું.જોકે આ આક્ષેપો ચૂંટણી ની જુની અદાવત ને લઇ કરવામાં આવ્યા હોવાનું સરપંચ પતિ એ નિવેદન આપ્યું હતું..