સુરતના ઉધના પોલીસે બાતમીના આધારે હરિયાણાથી ટ્રાન્સપોર્ટ દ્વારા મંગાવવામાં આવેલો ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કર્યો છે.પોલીસે આ ગુનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે બાતમીના આધારે લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી મહેતા ટ્રાન્સપોર્ટ ઓફિસ ખાતે હરિયાણાથી દારૂનો જથ્થો આવ્યો છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી જાહેર માંથી આરોપી મહિર રાજુભાઈ સોનીને દબોચી લીધો હતો.