આ સ્પર્ધા તા. ૪ થી ૮ ઑગસ્ટ, ૨૦૨૫ દરમિયાન એન.આર.આઈ. ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલ, ભોપાલ ખાતે યોજાઈ હતી. ઉર્મી સ્કૂલના તેજસ્વી વિદ્યાર્થી મનદીપસિંહ સંધાએ અંડર-૧૯ કેટેગરીમાં પોતાના કૌશલ્યનો પરિચય કરાવતા ૩ સુવર્ણ અને ૨ રજત પદકો જીત્યા છે. બીજી તરફ, દિલ્હી પબ્લિક સ્કૂલ, કલાલીની ઉત્કૃષ્ઠ તરવૈયા સારાહ સરોહાએ અંડર-૧૭ કેટેગરીમાં ૫ રજત પદકો જીતીને શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.