વડોદરા : હવામાન વિભાગ દ્વારા આગામી તારીખ 27 મી ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની કરેલી આગાહી વચ્ચે વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી લોકો બેવડી ઋતુનો અનુભવ કર્યો કરી રહ્યા હતા.મેઘરાજા હાથતાળી આપી અલુપ્ત થયા હતા.તેવામાં આજે શહેર ઉપર અમૃત વર્ષા થઈ હતી. મેઘ મહેર થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાયા હતા.