તા. 01/09/2025, સોમવારે સવારે 11 વાગે ધોળકા જુમ્મા મસ્જિદ કમિટીનાં સેક્રેટરી ભીખુમિયા શેખ એ ધોળકા નગરપાલિકાનાં ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી જૂની બેંક ઓફ બરોડા પાસે જુમ્મા મસ્જિદ સામે થી કાયમી ધોરણે ઉકરડો દૂર કરવા માંગણી કરી હતી. પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર મુનાફભાઇ રાધનપુરી એ પણ આ કચરા પોઇન્ટ બંધ કરવા માંગણી કરી છે.