આજે તારીખ 11/09/2025 ગુરુવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં જિલ્લાની તમામ શાળાઓ તથા આંગણવાડી કેન્દ્રોમાં વિદ્યાર્થીઓ અને બાળકોને કૃમિનાશક દવા અપાઈ. આ અભિયાનનો મુખ્ય હેતુ બાળકોને સ્વસ્થ રાખવો તેમજ કૃમિજન્ય બીમારીઓથી બચાવ કરાવવાનો છે.જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, કેટલાક બાળકો આજે દવા લઈ શક્યા નથી, તેઓને આવરી લેવા માટે ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ મોક-અપ રાઉન્ડ યોજવામાં આવશે. આ રાઉન્ડ દરમિયાન છૂટી ગયેલા તમામ બાળકોને કૃમિનાશક દવા ઉપલબ્ધ કરાવવામાં આવશે.