પાટણ જિલ્લા સેવા સદનના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેકટર તુષાર ભટ્ટના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરીયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં વિવિધ મુદ્દાઓને લઇને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.બેઠકમાં ધારાસભ્યશ્રી દ્વારા કરેલી રજૂઆતનું તાત્કાલિક નિવારણ લાવવા જિલ્લા કલેકટર તુષાર ભટ્ટ દ્વારા સંબધિત વિભાગના અધિકારીઓને સૂચન કરવામાં આવ્યું હતું. ઉપરાંત વિવિધ વિભાગોને લોકો તરફથી મળેલ અરજીઓ અને પ્રશ્નોનો નિકાલ કરવા સૂચના કરી હતી.