રાજકોટ-જામનગર હાઈવે પર મોવૈયા સર્કલ પાસે એક શખ્સ દારૂના નશામાં ધૂત થઈને રસ્તાની વચ્ચે આરામ ફરમાવતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટનાને કારણે ટ્રાફિકને પણ અવરોધ થયો હતો.મળતી માહિતી મુજબ, આસપાસના લોકોએ જ્યારે આ શખ્સને રસ્તા પરથી હટાવવા માટે પુછપરછ કરી, ત્યારે તેણે પોતાનું પોલીસનું આઈકાર્ડ બતાવીને લોકોને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. આ શખ્સ પોલીસકર્મી હોવાનું સામે આવતા લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે.