રાજકોટ: શહેરમાં B.A. ડાંગર હોમિયોપેથીક કોલેજમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાથી કોલેજ અને વિદ્યાર્થીઓમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.આપઘાત કરનાર વિદ્યાર્થીનું નામ અને અન્ય વિગતો હજુ સુધી પોલીસ દ્વારા જાહેર કરવામાં આવી નથી. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. વિદ્યાર્થીએ કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.