જુનાગઢ શહેરમાં સફાઈ કર્મચારીઓ હડતાલ ઉતર્યા છે આજે સફાઈ કર્મચારીઓની હડતાલ નો ત્રીજો દિવસ છે ત્યારે શહેરમાં ઠેર ઠેર ગંદકીના ગંજ જમ્યા છે જેને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે બીજી તરફ મહાનગર પાલિકા દ્વારા જુદી જુદી બે એજન્સી અને કાયમી સફાઈ કામદારોને નોટિસ પાઠવી ફરજ પર હાજર થવા આદેશ કરાયો છે.