નેત્રંગ પોલીસ મથકેથી પકડાયેલ દારૂના જથ્થા મુજબ કુલ બોટલ નંગ 7552 જેની કિંમત 13,32,330 રૂપિયાના દારૂના મુદ્દામાલ પર રોડ રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો. દારૂનો નાશ કરવાની કામગીરી ઝઘડિયા વિભાગ મદદનીશ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણા તથા નાયબ કલેક્ટર તેમજ મામલતદાર કચેરીના અધિકારીઓ સહિત 6 પોલીસ સ્ટેશનના અધિકારીઓની ઉપસ્થિતીમાં કરવામાં આવી હતી.