ધ્રોલમાં જોડિયાના નાકે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. યુવાઓ તથા સ્વયંસેવકોના પ્રયત્નોથી આ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે. દરરોજ ભક્તિભાવથી પૂજા અને આરતીનું આયોજન કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ભગવાન ગણેશજીની આરાધના કરે છે. ખાસ કરીને દરરોજ અલગ અલગ પ્રસાદી આપવામાં આવે છે.