વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં આ વર્ષે 94.88 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે વાપી મહાનગરપાલિકા વિસ્તારના કુલ 252 કિલોમીટર રોડ પૈકી 40 કિલોમીટર રોડ બિસ્માર બન્યા હતા. વાપી મહાનગરપાલિકાએ આ બિસ્માર રસ્તાઓને મોટરેબલ બનાવવા માટે 40 લાખનો ખર્ચ કર્યો છે.