આજે તારીખ 20/09/2025 શનિવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં આ આયોજન અંતર્ગત નગરપાલિકાના કર્મચારીઓ તેમજ સ્થાનિક નાગરિકોએ એકસાથે મળી સફાઈ કાર્ય હાથ ધર્યું.વોર્ડના મુખ્ય માર્ગો, ગલીઓ તથા જાહેર સ્થળોએ સફાઈ કરી કચરાને યોગ્ય સ્થળે નિકાલ કરવામાં આવ્યો. નગરપાલિકાના પ્રતિનિધિઓએ નાગરિકોને સ્વચ્છતા જાળવવા અનુરોધ કર્યો હતો. સાથે જ કચરો ખુલ્લામા ન નાખવા તથા ગંદકી ન ફેલાવવાની અપીલ કરવામાં આવી.આ પ્રસંગે શહેરવાસીઓને સ્વચ્છતા અંગે જાગૃત કરવા માટે સ્વચ્છતા શપથ લેવડાવી.