પાટણમાં એક ટેક્સ કન્સલ્ટન્ટ સાથે સાઇબર ઠગોએ ૧૪.૮૨ લાખની છેતરપિંડી કરી છે. ફરિયાદી રૂષિકકુમાર રમેશભાઈ દરજી (૬૫) મંગલમૂર્તિ બંગ્લોઝ, વાળીનાથ ચોક ખાતે રહે છે. તેઓ પાટણમાં જીએસટી અને ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલિંગનું કામ કરે છે.એક ગ્રુપમાં ફરિયાદીને એડ કર્યા. તેમને પાર્ટ ટાઈમ જોબ અને વધુ કમાણીની લાલચ આપી. ૨૪ ઓક્ટોબરથી ૩ નવેમ્બર ૨૦૨૪ દરમિયાન, ઠગોએ વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરાવ્યું. ત્યારબાદ વિવિધ ટાસ્ક પૂરા કરવાના નામેં છેતરપીંડી કરાઈ હતી.