ઉમરગામ તાલુકાના બિલિયા કોળીવાડ વિસ્તારમાં આવેલી એક સ્પ્રે બનાવતી કંપનીમાં આજે અચાનક આગ લાગતા હાહાકાર મચી ગયો હતો. માહિતી મુજબ, સવારે અચાનક ધુમાડો ઉઠતા જ ફેક્ટરીના કામદારોમાં ભાગદોડ મચી ગઈ હતી. તરત જ ઘટનાની જાણ ઉમરગામ ફાયર વિભાગને કરાઈ હતી. ફાયર વિભાગની ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી