This browser does not support the video element.
જેતપુર પાવી: જેતપુર પાવીથી ગુમ થયેલ રમેશભાઈની ભાળ મળે તો જાણ કરવા પોલીસે વિનંતી કરી.
Jetpur Pavi, Chhota Udepur | Sep 8, 2025
જેતપુરપાવી પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર તા.૦૨/૦૯/૨૦૨૫ના રોજ પાવીજેતપુર તાલુકાના હીરપરી, ગોંજીયા ફળિયા (મૂળ:- સનાડા, આશ્રમ ફળિયા,તા.જિ.છોટાઉદેપુર) ખાતે રહેતા અલસીંગભાઈ રાઠવાના પુત્ર રમેશભાઈ રાઠવા તા. ૦૨ સપ્ટેમ્બરના રોજ બપોરે ૧૫/૦૦ વાગ્યા બાજુ ઓરસંગ નદી ઉપર કુદરતી હાજતે જાવ છું તેમ કહી ઘરેથી ક્યાંક જતા રહ્યા છે જેમની ઉંમર ૩૭ વર્ષની છે. જેઓ શરીરે પાતળા બાંધાના રંગે ઘઉં વર્ણ છે.