વિસનગર શહેરમાં ગફલતભરી રીતે વાહન ચલાવવા મુદ્દે થયેલી માથાકૂટે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. વિસનગરની કમાણા ચોકડી પાસે ઈકો ગાડીના ચાલક દિનેશભાઈ પ્રહલાદભાઈ સથવારાને અન્ય કારચાલક અને તેના પિતા સહિત ચાર જેટલા શખ્સોએ પાઈપ અને લાકડી વડે ઢોર માર માર્યો હતો, જેના પરિણામે ફરિયાદીના ડાબા પગમાં ફ્રેક્ચર થયું છે. આ બનાવ અંગે વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં થાર ગાડી લઈને આવેલા 'દર્શન પાર્લરવાળા અમિત પટેલ' સહિત ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.