રંગપુર પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર તા.૧૧/૧૨/૨૦૨૩ના રોજ ઝોગદી ફળિયા, મોટી સાઢલી ખાતે રહેતા કવિતાબેન રાઠવાની પુત્રી ટીકુ ઉર્ફે સ્નેહાબેન પોતાના ઘરેથી જાવ છોટાઉદેપુર જાવ છું એમ કહી મધ્યપ્રદેશ પરિવહનની બસમાં બેસીને છોટાઉદેપુર જઈ પરત મોડા સાંજ સુધી ઘરે ન આવતા આજુ બાજુ સગા સબંધીઓમાં શોધખોળ આજ દિન સુધી મળી આવેલ નથી. જેમની ઉંમર ૧૯ વર્ષ ૧૧ માસ છે. જે કોઈને જોવા મળે તો નજીકના પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરવા જણાવ્યું છે.