This browser does not support the video element.
પારડી: પારડીમાં પથરીના દુખાવાથી પીડિત યુવકનો ગળેફાંસો ખાઈ આત્મહત્યા
Pardi, Valsad | Sep 5, 2025
પારડી તાલુકાના ઉમરસાડી ગામે એક યુવકે પથરીની બીમારીના અસહ્ય દુખાવાથી કંટાળી આત્મહત્યા કરી હોવાની ઘટના બની છે. પોલીસમાં નોંધાયેલા મોટેસર મુજબ, ઉમરસાડી, માંગેલવાડ ખાતે રહેતા ગીરીશભાઈ રવુભાઈ માંગેલા (ઉંમર 42, ધંધો – રિક્ષા ડ્રાઇવિંગ) છેલ્લા કેટલાક સમયથી પથરીના દુખાવાથી પીડાતા હતા.