સુરત: કેન્દ્ર સરકાર દ્વારા કૃષિલક્ષી સાધનો અને ઘી પર GSTના દરમાં ઘટાડો કરવામાં આવતા, ખેડૂતો અને પશુપાલકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ખેડૂત આગેવાનોએ મોદી સરકારના આ નિર્ણયને આવકાર્યો છે અને તેને ખેડૂતો માટે દિવાળીની મોટી ભેટ ગણાવી છે.ખેડૂત આગેવાન જયેશ પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, અત્યાર સુધી કૃષિ સંબંધિત સાધનો પર લાગતો ૧૨% GST ઘટાડીને ૫% કરી દેવામાં આવ્યો છે. આ ઘટાડાથી ખેડૂતોને સીધો આર્થિક લાભ થશે અને ખેતીના ખર્ચમાં પણ ઘટાડો થશે.