આજરોજ શુક્રવારના સવારમાં આઠ વાગ્યા ની આસપાસ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ બનાસકાંઠા પ્રવાસના બીજા દિવસે વાવ તાલુકાના માડકા ગામે પહોંચ્યા હતા.જ્યાં તેમણે સ્થાનિક લોકો સાથે સંવાદ કર્યો માડકા ગામના સ્થાનિક લોકોએ પોતાની મુશ્કેલી અને રજૂઆત મુખ્યમંત્રી સમક્ષ મૂકી હતી.વહીવટી તંત્ર દ્વારા કપરી પરિસ્થિતિમાં આપેલી સેવાઓ બદલ સ્થાનિક લોકોએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.