ભેંસાણ ખાતે અલગ અલગ જ્ઞાતિઓ અને સંસ્થાઓ દ્વારા ભવ્ય સ્વાગત નું કરાયું આયોજન દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી, લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની પૂર્વ ઉજવણીના ભાગરૂપે શરૂ થયેલી 'સરદાર સન્માન યાત્રા'નું ભેંસાણ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ યાત્રાને સમગ્ર શહેરના સર્વ સમાજ અને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, વેપારી એસોસિયેશન, ડાયમંડ એસોસિયેશન, રાજકીય, સામાજીક અગ્રણીઓ દ્વારા ઉષ્માભર્યો આવકાર મળ્યો હતો