ગણેશ વિસર્જનની પ્રક્રિયાને લઈ સુરત ક્રાઈમ બ્રાન્ચે ખાતે વોર રૂમ શરૂ કરવામાં આવ્યો હતો.આ વોર રૂમથી ગણેશ વિસર્જન પ્રક્રિયા દરમ્યાન જે યાત્રા ધીમીધારે જતી હોય તેને તાત્કાલિક ઝડપી રવાના કરવા પોલીસ ટીમ મોકલી આગળ ધપાવવા માટે આયોજ કરાયું હતું.જે અન્વયે શનિવારે હાથ ધરાયેલી ગણેશ વિસર્જન યાત્રા ક્યાંથી ઝડપી જઈ રહી છે અને કયા ધીમી ચાલી રહી છે તેનું નિરીક્ષણ જાતે પો.કમી.અનુપમસિંહ ગેહલોત દ્વારા કરાયું હતું.દરેક ગણેશ વિસર્જન હેરીના રૂટ GPS સિસ્ટમ આધારિત છે.