આજરોજના ડાંગ પ્રવાસ દરમિયાન ધારાસભ્ય વિજય પટેલે સાપુતારા ખાતે સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (P.H.C) ની મુલાકાત લઈ ત્યાંની વ્યવસ્થા અંગે માહિતી મેળવી. તેમણે સારવાર લઈ રહેલા દર્દીઓ સાથે સીધો સંવાદ કરી તેમની તકલીફો અને અનુભવ વિશે જાણકારી લીધી. બાદમાં સાપુતારા ખાતે બની રહેલા નવા P.H.C સ્ટાફ ક્વાર્ટર્સનું નિરીક્ષણ કરી ચાલી રહેલા પ્રગતિ કામની સમીક્ષા પણ કરી. ધારાસભ્યએ આરોગ્ય સેવાઓને વધુ સુવ્યવસ્થિત અને જનકલ્યાણકારી બનાવવા માટે તંત્રને જરૂરી સૂચનો આપ્યા