અંજાર નજીક આવેલા વરસામેડી વિસ્તારમાં એક ટ્રાન્સપોર્ટ પેઢીના ભાગીદારે પોતાના અન્ય બે ભાગીદારો સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પેઢીના ભાગીદાર બીમાર પડતાં વતન ગયા તે સમયગાળા દરમિયાન, તેમના બે પાર્ટનરોએ કંપનીના બેંક ખાતામાંથી ₹1.08 કરોડથી વધુની રકમ પોતાના અંગત ખાતાઓમાં ટ્રાન્સફર કરી લીધી હતી. આ ઘટનામાં ભોગ બનેલા ફરિયાદીએ હિસાબ માંગતા તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી.પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.