CTM એકસપ્રેસ હાઈવે પાસે ખાડામાં અલ્ટો પટકાઈ, કાર ચાલક અને બે બાળકનો બચાવ અમદાવાદના સીટીએમ એકસપ્રેસ હાઈવે પાસે ન્યુ મણિનગર જતા રસ્તા પર કેનાલ નજીક મુખ્ય રોડ પર પડેલા ખાડાઓમાં મારુતિ અલ્ટો કાર પટકાઈ હતી. કારની આગળનું જમણી બાજુનું પૈડું અલગ થઈ ગયું હતું. કારમાં કાર ચાલક અને તેમના બે નાના બાળકોનો આબાદ બચાવ થયો હતો...