ઐતિહાસિક માંડવી દરવાજો જર્જરિત થયો છે.લાંબો સમય વીત્યો છતાં તંત્રના પેટનું પાણી હાલવા તૈયાર નથી.માંડવી વિઠ્ઠલનાથજી મંદિર ના મહંત માંડવી દરવાજા ને બચાવવા તપસ્યા કરી રહ્યા છે.સો દિવસ ઉપરાંત નો સમય વીત્યો છતાં સત્તાધીશો ન જાગતા તેમણે પોતાના પગે ચપ્પલ પહેરવાનું બંધ કરી દીધું છે.અને તેઓ સત્તાધીશો ને ભગવાન સદબુદ્ધિ આપે તેવી સતત પ્રભુ ને પ્રાર્થના કરી રહ્યા છે.