ડાંગ જિલ્લામા વાહન વ્યવહારની સ્થિતિ સુગમ બને અને અંતરિયાળ તમામ ગામો મુખ્ય મથકો સાથે સીધા કનેક્ટ થઈ શકે તે માટે વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલના નેતૃત્વમાં ડાંગ જિલ્લાને નવી બસો ફાળવવામાં આવી રહી છે.છેલ્લા એક મહિના દરમિયાન ડાંગ જિલ્લાને કુલ નવ નવી બસો ફાળવી વિવિધ રૂટ ઉપર દોડતી થતા ડાંગ જિલ્લાની મુસાફર જનતામાં ખુશીની લહેર પ્રસરી છે.