બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના હિતમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત સહિત કોંગ્રેસના આગેવાનોએ થરાદ તાલુકાના વિવિધ ગામોની મુલાકાત લીધી.આ મુલાકાત અતિવૃષ્ટિ અને પૂરના કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાનના પગલે યોજવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન, કોંગ્રેસના આગેવાનોએ ખેડૂતોની સમસ્યાઓ સાંભળી અને તેમને તેમના હક માટે લડત આપવા આહવાન કર્યું.