આમ આદમી પાર્ટી દ્વારા “ગુજરાત જોડો અભિયાન” અંતર્ગત સમગ્ર રાજ્યમાં યોજાતી જનસભાઓની શ્રેણીમાં આજ રોજ મધ્ય ગુજરાતના વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના સાંઢા ગામે જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જનસભામાં આમ આદમી પાર્ટીના લોકપ્રિય નેતા અને વિસાવદરના ધારાસભ્ય શ્રી ગોપાલ ઈટાલીયા ઉપસ્થિત રહ્યા હતા. તેમની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં “આપ” કાર્યકરો, હોદેદારો તેમજ સ્થાનિક ગ્રામજનો હાજર રહ્યા હતા.