વાકાનેર તાલુકાના લાકડધાર ગામની સીમમાં આવેલ ટોરિસ બાથવેર નામના કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની મમતાબેન સાલકરામ ઉઈકે (ઉ.વ. 20) અને મહેન્દ્રભાઈ સંતોષભાઈ કાસદે (ઉ.વ. 23) નામનું પ્રેમી યુગલ દસ દિવસ પહેલા કારખાનામાં કામ આવેલ હોય, જેમાં ગઇકાલે કોઈ કારણોસર મમતાબેને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોય, જે બાદ મહેન્દ્રભાઈને પણ આ બાબતે લાગી આવતા મમતાબેનની લાશને નીચે ઉતારી તેણે પણ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.