બિલિનાકા ચાર રસ્તા નજીક આવેલ વિસ્તારમાં છેલ્લા ત્રણ મહિના થી ગટર માંથી સતત ગંદુ પાણી બહાર આવી રહ્યું છે, જેના કારણે આસપાસના નિવાસીઓ ભારે પરેશાન છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે અનેકવાર પાલિકામાં ફરિયાદ કરવા છતાં કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. ક્યારેક ટ્રક મોકલીને પાણી ખેંચી લેવામાં આવે છે, પરંતુ સમસ્યા યથાવત રહે છે. વિસ્તારના લોકોએ તંત્રને તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરી કાયમી ઉકેલ લાવવા માટે અપીલ કરી છે.